ચાણક્ય……

Standard

                        ભારત ના ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ શાસનમાનું એક એટલે મોર્ય યુગ જે અંદાજે ઈ.સ.પૂર્વે ૩૨૨ થી ૧૮૫ સુધી હતું . તે સમય પહેલા ભારત અલગ-અલગ પણ નાના ભાગો માં વિભાજીત થયેલું હતું.તે સમયે મગધ(હાલ પટના) આર્થિક અને લશ્કરી બંને રીતે સમૃદ્ધ હતું .મગધ ના ક્રૂર શાસક ધનાનંદ ને હરાવીને ચંદ્રગુપ્ત મોર્ય મગધ ની રાજગાદી એ બેઠો અને ચંદ્રગુપ્ત ને રાજા બનાવનાર તેના ગુરુ એવા જ્ઞાન ,કુશાગ્રબુદ્ધિ,રાજનીતિ અને કુટનીતિના સ્વામી એટલે ચાણક્ય.

                         ચાણક્ય ને ભારતનાં પ્રખર અર્થશાસ્ત્રી મનાય છે .ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્ત નાં સલાહકાર તેમજ પ્રધાનમંત્રી હતા તે પહેલા તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શિક્ષક હતા. તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત તથા કૌટિલ્ય નામ થી પણ ઓળખાય છે .તેમનો “અર્થશાસ્ત્ર” નામનો ગ્રંથ ની રચના કરી હતી જે રાજનીતિ અને અર્થવ્યવસ્થા નું ઉત્તમ ઉદાહરણ છે.અને તે યુરોપ સહિતના દેશો માં આજે પણ વંચાય છે .”અર્થશાસ્ત્ર” માં રાજનીતિ ના સિદ્ધાંતો અને રાજ્ય નું શાસન કેવીરીતે થવું જોઈએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . એક યોગ્ય શાસકે તેનું શાસન યોગ્ય રીતે ચલાવવા માટે કઠોર રહેવું પડે છે તેવું પણ ચાણક્ય નું માનવું હતું .

ચાણક્ય સાથે જોડાયેલી તેમની દંતકથાઓ રસપ્રદ છે .ચાણક્ય ના જન્મ વખતે તેમને પૂરે પુરા દાંત હતા , જે એક સમ્રાટ બનવાની નિશાની હતી પણ બ્રાહ્મણ કુળ માં જન્મ હોવાથી તે શક્ય ન હતું પરંતુ તેમને ચંદ્રગુપ્ત ને સમ્રાટ બનાવ્યો. બાળપણ થી જ નેતૃત્વ નાં ગુણો નો વિકાસ થયેલો હતો . તેમની ઉમરના બાળકો કરતા વધારે જ્ઞાની અને પ્રતિભાશાળી હતા .એક વખત તે સમયનાં મગધ નાં ક્રૂર શાસક ધનાનંદે તેમને દરબાર માંથી અપમાનિત કરીને બહાર કાઢી મુકેલા ત્યારે ચાણક્ય એ નંદવંશનો નાશ ન કરે ત્યાં સુધી શિખા ખુલ્લી રાખવાની પ્રતિજ્ઞા લીધી .

 

         ચંદ્રગુપ્ત મોર્ય ચાણક્યની શોધ હતો બાળપણમાં તેનામાં born leader ના ગુણ પારખીને સમ્રાટ બનવાના માર્ગમાં ચાલક બળ બન્યા. એક દંતકથા પ્રમાણે ચંદ્રગુપ્તને શત્રુઓથી બચાવવા ઝેર ની અસર ન થાય તે માટે ચંદ્રગુપ્તની જાણ બહાર તેઓ તેનાં ભોજનમાં થોડી માત્રા ઝેરની ભેળવતા હતાં. ચંદ્રગુપ્તે તેનું શાસન હિંદુ કુશ , અફઘાનિસ્તાન , બલુચિસ્તાન , હાલનું પાકિસ્તાન થી લઈને પુરા ભારતવર્ષમાં ધાક જમાવી તેમજ કેન્દ્રિય અને અધિશ્રેણિક (hirarchical )શાસન ની સ્થાપના કરી અને મગધ ને રાજધાની બનાવી. ચંદ્રગુપ્ત મોર્ય ના ઉત્તરાધિકારી બિન્દુસારે પણ સામ્રાજ્ય વિકસાવ્યું તેના સલાહકાર સુબન્ધુએ ઈર્ષ્યાને કારણે ચાણક્ય ની દગા થી હત્યા કરી . આ સાથે જ એક મહાન યુગ નો અંત આવ્યો .

 

Leave a comment